Saturday, September 22, 2012

પારકાની થાળી


પારકાની થાળી

પંડિત દેવાશંકર પ્રભુને પ્ર્રર્થના કરતો બોલ્યો.. ” પ્રભુ હું ખુબ દુઃખી છું.”
પ્રભુ એ તેને પાસે બોલાવીને પુછ્યુ ” તને શું દુઃખ છે ભાઈ!”
“પ્રભુ મને એક જ વાત ની ખબર છે હું દુઃખી છુ”
” તારા ઘરમાં કોણ કોણ છે ?”
” પ્રભુ બધા જ છે .. મા બાપ, પત્ની છોકરાઓ અને તેમના પણ છોકરાઓ છે”
” કોઇ સાજુ માંદુ છે?”
“ના પ્રભુ બધા ખાધે પીધે સુખી છે.”
“ ગાડી વાડી  ઘર ખેતર…?”
” બધુ જ છે.”
ભગવાને એક લાફો રશીદ કર્યો અને કહે  તો મને કહે તું શાને દુઃખી છે”
” મારા પડોશી ને ત્યાં મારાથી તે વધુ છે તેથી હું દુઃખી છું”
ભગવાને જોરથી  બે લાફા માર્યા…અને કહે મુરખ.. જે  છે એ  ઘણું છે
દેવશંકર કરગરતો કહે..” પ્રભુ એ ના ચાલેને? તમારી સેવા હું વધુ કરું અને તેને મારા કરતા વધુ?”
ભગવાને કહ્યુ.. ‘ હવેથી તે જે મેળવશે તે તને બમણું આપીશ અને તથાસ્તુ કહી અંતરધ્યાન થઇ ગયા”
પાડોશીને ડાયાબીટીશ થયો, તેની છોકરીનો પતિ મરી ગયો, તેને ત્યાં ચોરી થઇ.
દેવશંકર તો ત્રાસી ગયો..” પ્રભુ ખરેખર તો હે પ્રભુ હું તો  દુઃખી થઇ ગયો .. મને આ વરદાન માં થી મુક્ત કરો..”
જે છે તેજ  સત્ય છે પારકાની થાળી નો મોટો લાડવો જોઇને આપણી થાળી છોડી ન દેવાય. ઇર્ષા અને સરખામણી  એજ દુઃખનું મૂળ છે
જેવી મળી આ જીંદગી, જીવી જવાની હોય છે,
સારી કે નરસી જે મળી, શણગારવાની હોય છે.
હાથો મહીં જે આવતુ, ખોબો કરીને રાખજે,
ખુશી મળે “દેવી” બધે, એ વ્હેંચવાની હોય છે.

No comments:

Post a Comment