Sunday, September 23, 2012

frdship

એક મિત્ર એ નવો મોબાઇલ ફોન લીધો...!!!

૧ મિત્ર- જો અલ્યા મે નવો મોબાઇલ લીધો...

૨ મિત્ર- ઓ હો પાર્ટી બાકી ફોર્મ માં લાગે છે..પાર્ટી તો આપ અલ્યા.
હું તને ગીફ્ટ આપીશ બસ...

૧ મિત્ર- હા સારું ચલ આજે રાતે હોટલમાં મારા તરફથી પાર્ટી...
૨ મિત્ર- આપજે હો અલ્યા પછી દાવ ના કરતો...

(રાત્રે બન્ને મિત્રો હોટલમાં જમવાં માટે મળે છે )

૨ મિત્ર- અલ્યા તુ તો આટલો ગરીબ છે,માણ માણ એક મોબાઇલ લીધો તો અને તે આ અત્યારે પાર્ટી કેમની ગોઠવી???

૧ મિત્ર- નવો મોબાઇલ વેંચીને...તારા માટે તો તું કે તો જીવ પણ આપી દવ.

૨ મિત્ર-સાલા મને ખબર જ હતી કે તું આવું કંઇક કરીશ...
એટલે તે જે દુકાને મોબાઇલ વેચ્યો હતો ને ત્યારથી હું ખરીદીને લઇ આયો....લે આ મારા તરફથી તારી ગીફ્ટ...

મોરલ:"જીંદગીમાં મિત્ર નહીં,પણ મિત્રમાં જીંદગી છે...!!!"

No comments:

Post a Comment